સૌરાષ્ટ્રના રાજકોટ પર જળ સંકટ તોળાઈ રહ્યું છે. અહીંના આજી અને ન્યારી ડેમોમાં જુલાઈ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. જો નર્મદાના નીર નહીં મળે, તો પાણીની ભયંકર તંગી સર્જાઈ શકે છે.
પોરબંદર શહેરમાં ધીમેધીમે રખડતા ઢોરમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. ગઈકાલે એક ગાયના મોત બાદ રાતોરાત આઇસોલેટ વોર્ડ શરૂ કરી અસરગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરવામાં આવી છે.